પાટણની પ્રભુતા - ભાગ 14

  • 2.6k
  • 1.7k

૧૪ શિકારી અને શિકાર જેણે સાંકળ ઉઘાડી એ ત્રીસેક વર્ષની સ્ત્રી હતી. તેનું સફેદ વસ્ત્ર, તદ્દન ફિક્કો અને સૂકો પડી ગયેલો મોઢાનો રંગ, સ્થિર અને ભાવહીન થઈ ગયેલી મોટી આંખો, તે જાણે શબ હોય એવો ખ્યાલ આપતા; છતાં સફેદ વસ્ત્રના પટોમાં અત્યંત ક્ષીણતાથી થયેલા ખૂણેદાર હાડકામાં શબવત્ ભાવહીનતામાં પણ અદ્ભુત લાલિત્ય દેખાતું. ચાલવામાં આંખોના ઘાટમાં, હાથમાં હાલવામાં કાંઈ આંખને અહલાદે એવી છટા, કાવ્યમયતા લાગતાં. જોનારને એમ થતું, આ માનુષી છબી દૈવી આકાશ તત્વની બનેલી છે; આ જીવંત છે કે પ્રેતલોકમાં ભૂલથી જઈ પાછી ફરેલી દેવાંગના છે? એવો સંશય પેદા થતો; અને ક્ષીણતા અને ભાવહીનતા ન હોય તો આ રમણી કેવીક