પાટણની પ્રભુતા - ભાગ 13

  • 2.5k
  • 1.7k

૧૩. બાજી બદલાઈ મીનળદેવીએ મુંજાલની શિખામણ દૂર કરી જતિએ દેખાડેલો રસ્તો લીધો, તેનાં ઘણાં કારણો હતાં. એક તો મીનળ વાટ જોઈ જોઈ થાકી ગઈ હતી. તેને ભાન ન હતું, કે રાજ્યસત્તા એકદમ બેસાડવી એ કેટલું મુશ્કેલ હતું. એ ઉપરાંત બીજો હેતુ પણ હતો, કે જે એ પોતાની જાતને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેતાં શરમાત. નાનપણથી મુંજાલ માટે તેની ઘણી પ્રીતિ અને માન હતું; છતાં તેની બુદ્ધિ, તેનું મુત્સદ્દીપણું, તેની લોકપ્રિયતા તેને સાલતી. રાજ્યમાં અત્યાર સુધી મીનળ મુંજાલને લીધે હતી; આ પરતંત્રતામાંથી છૂટા થઈ, પોતાની બાહોશી વડે મુંજાલે ન કર્યું, તે થોડા દિવસમાં કરી બતાવી, મુંજાલ પર પોતાની મહત્તા સિદ્ધ કરવી એ