૧૧. ઉઠમણું પરોઢિયું થતાં રાગઢના ચોરા પર લોકોની ઠઠ જામવા લાગી. થોડે દૂર ચકલામાં ગામનાં બૈરાંઓનો સમૂહ ભેગો થયો અને તેણે આનંદ શરૂ કર્યું. અસલના રાજાઓ આખા ગામના પિતા ગણાતા, અને પ્રજા પણ પુત્ર જેવો ભાવ રાખતી. રાજગઢના મોટા ચોગાનમાં બધા લોકો ઊભા રહ્યા; ગરાસિયાઓ અને સામંતો, મંડલેશ્વરો અને શાહુકારો સર્વે આજુબાજુ ઓટલા પર બેઠા. થોડી વારે દેવપ્રસાદ આવ્યો અને બારણા આગળ બેઠો. પછી મુંજાલ આવ્યો. સૂર્યોદયની તૈયારી થતાં જયદેવકુમાર, આનંદસૂરિ, શાંતિચંદ્ર અને રાજગોર આવ્યા, અને બધા લોકો જલદર્શન કરવા નીકળ્યા. કાંતિમાન કુમાર, જાતિ અને રાજગોર જોડે પહેલાં ચાલતો. પછી બે જણા ચાલતા : સિંહના ભયંકર સીનામાં દીપતો દેવપ્રસાદ, અને