પાટણની પ્રભુતા - ભાગ 4

(15)
  • 3.7k
  • 1
  • 2.5k

૪. માલવરાજની ખરીદી બાપનો ઘોડો અદૃશ્ય થયો, એટલે ત્રિભુવને પણ તેની આજ્ઞા વિસારે પાડી, તે જ રસ્તે જવા માંડયું, તેનું મન પ્રફુલ્લિત હતું, કારણ કે બાપની પીડાઓથી તે અજાણ હતો. તેને મન પાટણ એ મૂર્તિમંત સુખના સ્વપ્ન જેવું હતું, પણ કમનસીબે અહીંયાં ઝાઝી વાર તેનાથી રહેવાનું નહિ, તે ધીમે ધીમે રાજગઢ તરફ ગયો. અને તેની બીજી જ બાજુએ વળ્યો. આખરે એક ખૂણે, એકાંત ગોખની નીચે ઘોડો ઊભો રાખ્યો. તેના પરથી ઊતર્યો. ભોંય પરથી કાંકરો લીધો અને ગોખમાં થઈ અંદર દીધેલી બારી પર માર્યો. થોડી વારે બીજો કાંકરો માર્યો, પછી બે-ચાર સામટા લઈ માર્યા. તેના જવાબમાં ધીમે રહી બારીનું બારણું ઊઘડ્યું