પાટણની પ્રભુતા - ભાગ 2

(24)
  • 5.7k
  • 1
  • 4.5k

2. ભવિષ્યવાણી રાજપૂત સવાર રાજગઢને પાછલે બારણે નોકરોને જવાઆવવાની બારી આગળ ગયો. અને તે ધીમેથી ઠોકી. થોડી વારે એક સ્ત્રીએ બારી ખોલી : 'કોણ ભીમો?' સવારે જરા હસતા કહ્યું: 'ના જરા સમર્થન ચોપરદારને બોલાવશો?' બૈરી શરમાઈ ગઈ, અને નીચું ઘાલી ચાલતી થઈ. સવારે થોડીવાર સુધી વાટ જોઈ. આખરે થાકી એક બાજુ પર કડું હતું ત્યાં ઘોડો બાંધ્યો, અને બારી કૂદી તે અંદર આવ્યો. રાજમહેલના ખૂણેખૂણેથી પરિચિત હોય તેમ તે ડાબી બાજુએ નોકરોને રહેવાની ઓરડીઓ તરફ ગયો, અને એક ઓરડીનું બહારનું ઠોક્યું. 'કોણ છે અત્યારે?' કહી એક ઘરડા માણસે બારણું ઉઘાડયું. સવારને જોયો અને આશ્ચર્યચકિત થઈ રહ્યો. 'કોણ?' 'હું. છાનો રહે,