મિત્રતા

  • 4k
  • 1.4k

"મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે ,શુભ થાઓ આ સકળ જગતનું એવી ભાવના નિત્ય રહે." મિત્રતા, મૈત્રી એ એક એવો ભાવ છે કે જે હ્દયની લાગણીઓથી જોડાયેલો છે. લોહી ના સબંધ વગર જોડાયેલ દુનિયાનો શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા."મિત્રતાની વ્યાખ્યા આપવી જ અશક્ય છે."હાથ લંબાવી ને ત્યાં તો હૈયું આપી દે એ મિત્ર.""મિત્રતા એટલે પ્રેમ, લાગણી ,મસ્તી ,મદદ અને હુંફનું હરતું ફરતું જીવંત સ્મારક.""મિત્રતા એટલે નિખાલસ નિર્દોષ આનંદનું સરનામું." આ દુનિયા ફક્ત તર્ક કે લોહીના સંબંધોની લાગણીઓથી નથી ટકી શક્યો એટલે જ માણસને કદાચ મિત્રતા વગર નથી ચાલ્યું .કદાચ આ સજીવ સૃષ્ટિની રચના સાથે જ મૈત્રીનો પણ આરંભ થયો