ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 38

  • 2.3k
  • 1.1k

૩૮ જય જિનેન્દ્ર કહે, ગાંડા ભાઈ! મહારાજને દ્વારે પરશુરામને અત્યારે જોઇને ઉદયનને આશ્ચર્ય થયું. એ જલદીથી સોઢલની વાત કરી નાંખવા માગતો હતો. તેણે પરશુરામને ત્યાં જોયો, ધીમેથી પૂછ્યું: ‘શું છે પરશુરામ?’ ‘કાકા! પૃથ્વીભટ્ટ આવ્યો છે. પાટણના સમાચાર સાચા લાગતા નથી!’ ‘કોણ! આવ્યો છે! પૃથ્વીભટ્ટ? એ તો કાલે જ ઊપડ્યો હતો ને મુંજાલ સાથે?’ તેણે બહુ જ ધીરે કહ્યું. બંને સોરઠી સાંભળે છે એ જોઇને એક ક્ષણ બંને શાંત રહ્યા. એટલામાં કૃપાણ આવ્યો: ‘સોઢલભા આવ્યા છે, પ્રભુ? મહારાજ એમને ને દેવુભાને બોલાવે છે!’ સોઢલ ને દેવુભા અંદર ગયા. ‘કાકા! પાટણના સમાચાર સારા લાગતા નથી! પૃથ્વીભટ્ટ ગભરાટમાં હતો!’ ‘પણ એ ગયો ક્યાં?’