ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

  • 2k
  • 1
  • 894

૩૬ લીલીબા ખેંગાર પડ્યો છે, એ પહેલાં તો કોઈએ માન્યું નહિ, પણ ખેંગારજીની પાઘડી હતી કેકાણ ત્યાં એકલો ઊભો હતો. ખેંગારજીનું શબ ક્યાં પડ્યું છે એ શોધવાની તાલાવેલીએ થોડી વાર જુદ્ધ બંધ રહ્યું. પણ બીજી જ પળે ભયંકર નિશ્ચલતાથી સોરઠીઓ આગળ ધસ્યા. સિદ્ધરાજને હવે યુદ્ધ બંધ કરવું હતું. એનું મન ધારાગઢ દરવાજા બહાર વાડીમાં પહોંચી ગયું હતું. એને હજી રાણકને હાથ કરવાની બાકી હતી – ત્યાં સુધી આ જીત અરધી હતી – સોરઠનાં રાજારાણીને પાટણની સભામાં લઇ જવાં હતાં. તેણે જુદ્ધ બંધ રાખવાનો, રાજાનું શબ રખડે એ અધર્મ થાય છે, એવો સાદ કરાવ્યો. રા’ હણાયો છે, હવે જુદ્ધનો અર્થ નથી.