ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

  • 1.9k
  • 1
  • 1.1k

૩૫ રા’ હણાયો કે મરાયો? ખેંગાર સ્વપ્નની માફક ઊડી ગયો હતો. સિદ્ધરાજે એ જોયું અને એના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો પણ અંધારઘેરા અજાણ્યે રસ્તે એની પાછળ જવાનો કાંઇ જ અર્થ ન હતો. દેશુભાને દોડાવવા એ પણ નકામું હતું. એની યોજનામાં એ દોડી ગયો હતો. એ રાણકદેવીની રણવાસગઢીથી તૈયાર થઈને નીકળે, અને સોઢલની ગઢી તરફ કે બીજી તરફ મુખ્ય સૈન્ય સાથે એનો ભેટો થાય તે પહેલાં રસ્તામાં જ હવે એને રોકી દેવો જોઈએ, લીલીબાના કહેવા પ્રમાણે તો એ એ તરફ જ આવવો જોઈએ. આંહીં સોલંકી સૈન્યને હઠાવ્યા વિના રા’ માટે બીજો કોઈ ઉપાય જ ન હતો. સિદ્ધરાજે તરત સોઢલની ગઢી