૩૪ જૂનોગઢનો અજેય રા’ સિદ્ધરાજને ત્યાં ખાંખાખોળા કરતો મૂકીને રા’ખેંગાર સીધો જરાક નીચેની ખીણનો માર્ગ પકડીને રાણકદેવીની રણવાસીગઢીએ જવા માટે ઊપડી ગયો હતો. સિદ્ધરાજ એવે અજાણ્યે માર્ગે પાછળ પડે એ શક્ય ન હતું. રા’ રણવાસગઢીએપહોંચ્યો ત્યારે ભરભાખળું થવા આવ્યું હતું. દોઢીઓ વટાવતો એ અંદર ગયો. ઉતાવળે દેવીના મંદિર પાસે પહોંચી ગયો. અંદર દીવાઓનો પ્રકાશ દેખાયો. એણે અંદર નજર કરી. ત્યાંનું દ્રશ્ય જોઇને એક ઘડીભર એ બારણા પાસે બહાર જ થોભી ગયો. અંદર મંદિરમાં પ્રગટેલી દીપાવલિથી મંદિર આખું ઝળાહળાં શોભી રહ્યું હતું. ત્યાં તેણે માની મૂર્તિ સામે ઊભેલી રાણકને દીઠી. એની આંખો મીંચેલી હતી, માથું નમાવેલું હતું. એણે માની સામે બે