ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

  • 2.1k
  • 1
  • 1.1k

૩૩ અભય ખેંગાર લીલીબાએ પેલા સૈનિકને ઉતાવળે આવતો જોયો. દેવુભાની વાત એને કાને પડી ન પડી, ને તે ક્ષણમાં વસ્તુ સમજી ગઈ. સોલંકી સૈન્ય ગઢમાં પેસી ગયું હતું. હવે આ રા’ રાણકને અંત:પુરમહાલયે વિદાય લેવા જવાનો એ વિદાયલઇ બહાર પડે કે તરત ત્યાં દરવાજે એને રોકી દે કોઈ – તો વિજય વહેલો થાય. આ વિચાર સાથે તે તરત વીજળીવેગે બહાર નીકળી ગઈ. રા’ને એની સામે જોવાની કે બોલવાની તક સાંપડે એ પહેલાં તો એ અદ્રશ્ય થઇ ગઈ! પાછલે બારણેથી એ દોડતી નીકળી. તેણે દેશુભાને દીઠો. એની સાથે ઊભેલો જયસિંહદેવ હોવો જોઈએ. એક પણ શબ્દ બોલવાનો વખત ન હતો. ‘આ હા!