ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

  • 1.8k
  • 844

૩૨ બહેનનાં હેત! રા’ના ડુંગરી કિલ્લામાં રણયુદ્ધ એ મહોત્સવનો પ્રસંગ હોય એમ જણાતું હતું. ત્યાં ક્યાંય થાકના ચિહ્ન ન હતાં. રા’ને લીલીબા ભાગી ત્યારે ચટપટી થઇ હતી. એના ઉપર ને દેશળ-વિશળ ઉપર એણે જાપ્તો પણ રાખ્યો હતો. પણ એ સ્વભાવથી કુટુંબપ્રેમી હતો અને દિલાવરી જુદ્ધનો રસિયો જીવ હતો. એ આ વાત જાણે ભૂલી ગયેલો જણાયો. જોકે એણે એક સાવચેતી રાખી હતી: પોતાના ડુંગરી મહાલયમાં રાતવાસો રહેવાની. ગમે તે પક્ષે, ગમે તે દુશ્મન, ગમે તે રીતે આવે, પણ એ મહાલયમાંથી એને બહાર જવાનો કોઈ ને કોઈ માર્ગ તો જરૂર મળી રહે, અને એક વખતે એ બહાર હોય, પછી ભલેને ખુદ જૂનોગઢી