ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

  • 1.9k
  • 1
  • 1k

૩૦ વદી ત્રીજે મુંજાલે શું જોયુ? મુંજાલને ખાતરી હતી: જયસિંહદેવ એખ વખતે જાગ્યો, પછી એનો ઉત્સાહ નિ:સીમ બની જતો. એ જાગ્યો હતો. હવે એ પોતાના જ પ્રકાશથી પોતાનો પંથ ઘડવાનો. એમાં એને દોરવાની ઈચ્છા રાખનારને થપ્પડ મળે તેવું હતું. તેણે હમણાં શાંત રહેવામાં સાર જોયો સમયની પ્રતીક્ષા કરવામાં ડહાપણ દીઠું. જયસિંહની આજ્ઞા પ્રમાણે એ મજેવડી દરવાજે પોતાની  કુશળ વ્યૂહરચના કરી રહ્યો હતો. રા’એ એની સામે તૈયારીઓ માંડી હતી. એટલું છતાં, પૂર્ણિમાના દિવસે, એણે પોતાની વાત નાણી જોવાનો નિશ્ચય તો રાખ્યો હતો. એ પ્રમાણે એ પોતે એકલો પૂર્ણિમાને દિવસે, ધારાગઢના જંગલમાં ગુપચુપ આવી ગયો. એને ખબર હતી કે જે રસ્તો લીલીબાની