ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 29

  • 2.3k
  • 1
  • 1.2k

૨૯ મહારાજ જયદેવની યોજના ઉદયને હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું કે મુંજાલના હલ્લાના સમય પહેલાં જ જયદેવ મહારાજની યોજના સફળ થવાની હતી. એટલે મહારાજ જયદેવ પોતે જ હવે આ યુદ્ધને દોરવા માગે છે એ ચોક્કસ થયું. ત્યાગવલ્લીની જે વાત થઇ ગઈ એ હમણાં એમ જ રહે – અને આંતરઘર્ષણ જન્માવતી બંધ પડે – એ વસ્તુ સમયસર એમણે સ્વીકારી લીધેલી લાગી: એ વિશે એમણે ત્યાર પછી ઈશારો જ કર્યો ન હતો. ઉદયનને પોતાના અભ્યુદય માટે એ જરૂરી લાગ્યું હતું. એણે ફરીને બીજો માણસ પણ સ્તંભતીર્થ તરફ રવાના કર્યો હતો. ત્યાગવલ્લી પાછી હાથતાળી દઈ ન જાય એ જોવાનું હતું. એણે મુંજાલની મહત્તા