ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

  • 2.1k
  • 1
  • 1.1k

૨૮ દેશળનો સંદેશ મહારાજ જયદેવની આજ્ઞા પ્રમાણે, બરાબર નિર્મિત તિથીએ ને સમયે પૃથ્વીભટ્ટ આવી ગયો હતો. પરશુરામ પણ ત્યાં આવ્યો હતો. ઉદયન હતો. દોઢસો જેટલા જંગલયુદ્ધના અનુભવી જોધ્ધા હતાં. ધુબાકો હતો. આડેસર હતો. કૃપાણ હતો. ક્યાં જવાનું છે ને શી વાત છે એની હજી કોઈને ખબર ન હતી. સજ્જન મહેતો અને મુંજાલ એ બંને તો હવે ધારાગઢ મોરચે પડ્યા હતા. આવતી પૂનમે એક મોટો હલ્લો કરવાના સમાચાર ત્યાંથી આવી ગયા હતા. મહારાજ પોતે પણ ત્યારે ધારાગઢ જવાના હતા, એમ વાત ચાલતી કરી હતી. આ બાજુ આ વાત થઇ રહી હતી ઉદયનને કાંઈ સમજણ પડી નહિ. જયસિંહદેવ બહાર આવ્યો. તેણે એક