ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

  • 2k
  • 1
  • 1.2k

૨૪ દેવી ભુવનેશ્વરી ‘પરશુરામ?’ ‘કાકા! આ દેવી ભુવનેશ્વરી!’ પરશુરામે તરત કહ્યું. અને પછી ઉદયનને બતાવીને પેલી સ્ત્રીને કહ્યું: ‘આ મંત્રીજી! આપણે વાત થઇ એ પ્રમાણે, કાકા! હું જવાનો હતો – ત્યાં એ રસ્તામાં જ મળી ગયાં. પણ આંહીં આપણને કોઈ સાંભળે તેમ નથી નાં! એમણે થાપ મારી છે – જેવા તેવાને નહિ, લક્ષ્મીદેવીને – એટલે સંભાળવાનું છે!’ પાછલા શબ્દો પરશુરામ અતિ ધીમેથી બોલ્યો હતો. અંદર ગુપચુપ બેઠેલા કેશવના કાન સરવા થઇ ગયા હતા. પણ ઉદયન પોતાના વિશે કાંઈ બોલ્યો હોય એમ લાગ્યું નહિ. કારણકે પરશુરામ હજી આગળ વધી રહ્યો હતો: ‘અને આ ભેટો પણ કાકા: અકસ્માત જ થઇ ગયો!’ ‘એમ?’