ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

  • 1.9k
  • 1
  • 1.1k

૨૨ કેશવનું વિષપાન કૃપાણ આવ્યો. દેખીતી રીતે તેની પાસે અતિ અગત્યના સમાચાર હોય તેમ લાગતું હતું. તે મહારાજને પ્રણામ કરી બોલ્યા વિના જ ઊભો રહી ગયો. મહારાજે એની સામે જોયું. ‘મહારાજ!’ કૃપાણ એક ક્ષણભર બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો. મુંજાલ એની સામે જોઈ રહ્યો હતો. ઉદયને એની દ્વિધાવૃત્તિમાં કાંઇક ભેદ દીઠો. મહારાજના આજ્ઞાદર્શક સ્વરે એણે બે હાથ જોડીને માથું નમાવ્યું અને પછી કાંઇક અપ્રિય વસ્તુ કહેતો હોય તેમ ધીમેથી ઉમેર્યું: ‘મહારાજ! કેશવ નાયક આવેલ છે!’ કાંકરી પડે તો સંભળાય એવી ગંભીર શાંતિ એક ક્ષણભર વ્યાપી ગઈ. કેશવ નાયકને મહારાજે ગોધ્રકમંડલમાં મોકલી દીધો હતો, એ સૌને ખબર હતી.