ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

  • 2.3k
  • 1
  • 1.5k

૨૧ જગદેવ વિદાય લે છે! ત્રિભુવનપાલ અને જગદેવ બંને અંદરના ખંડમાં જયસિંહદેવ સાથે ગયા હતા. અંદરનો ખંડ વટાવી રાજા બહાર નીકળ્યો. બંને જણા એની પાછળ-પાછળ ચાલ્યા.  બહાર મોટું મેદાન હતું. મેદાનની ચારે તરફ ઊંચા ઘાટાં વૃક્ષો આવી રહ્યાં હતાં, મેદાનમાં શું છે એ બહારથી ખબર પડે તેવું ન હતું. મેદાનને છેડે, સામે, ઝૂંપડા જેવું કાંઇક દેખાતું હતું. એ તરફ બોલ્યાચાલ્યા વિના રાજા આગળ વધ્યો. ઝૂંપડા પાસે સૌ પહોંચ્યા. ત્યાં આગળ એક મોટી લાંબી શય્યા ઉપર કોઈક સૂતેલું લાગ્યું. રાજાને દેખીને શય્યા ઉપરથી, અંધારામાં એક મોટી, જાડી, ઊંચી ભયંકર આકૃતિ ઊભી થતી જણાઈ. ‘બાબરો છે. ત્રિભુવન!’ સિદ્ધરાજે કહ્યું. બાબરો ઘણુંખરું, પાણખાણમાં