૨૦ બે મુત્સદ્દીઓ ઉદયન અંદર આવ્યો. ત્યાં યુદ્ધસભા શરુ થવાની તૈયારી હતી. મહારાજ આવી પહોંચ્યા હતા. એ ઉતાવળે અંદર આવ્યો. મહારાજને પ્રણામ કર્યા. એક બાજુ પોતાની જગ્યા લીધી. ‘આ કોણ? મુંજાલ! ઉદો છે? ઉદા! તું ક્યારે આવ્યો?’ મહારાજે પ્રશ્ન કર્યો અને તેની સામે જોઈ રહ્યા. ઉદયન ક્ષોભ પામ્યો. ઉત્તર આપવામાં એણે સંકોચ અનુભવ્યો. ‘મહારાજ! હું તો હમણાં આંહીં છું!’ તેણે બે હાથ જોડ્યા. ‘કેમ?’ ‘પ્રભુ! રાજમાતાએ મને બોલાવ્યો હતો.’ ‘જયદેવ! એને મેં બોલાવરાવ્યો છે,’ મીનલે કહ્યું, ‘આપણે સોરઠી જુદ્ધ લંબાવવું નથી. ઉદયન આંહીં ઉપયોગી થઇ પડશે!’ જયદેવ કાંઈ બોલ્યો નહિ, તેણે એક બગાસું ખાધું, હાથ લંબાવ્યા. ઉદયને એ જોયું. રાજમાતાનો