૧૯ ઉદયન અને પરશુરામ કેટલાક માણસો સ્થિતિસ્થાપક હોય છે. એમને તમે ગમે તેટલા દબાણમાં રાખો જરાક તક મળી કે એ પાછા હતાં તેવા. બીજા કેટલાક ઝરણા જેવા હોય છે ગમે તેટલે ઊંડે એને ભંડારો, એ માર્ગ શોધી લેવાના. ઉદયનમાં એ બંને ગુણ હતાં. એ સ્થિતિસ્થાપક હતો અને માર્ગશોધક પણ હતો. એને આંહીં સોરઠમાં આવવું પડ્યું એ પ્રથમ તો રુચ્યું ન હતું. સ્તંભતીર્થને એણે પોતાનું માન્યું હતું. ત્યાં એણે અઢળક ધન મેળવ્યું હતું. અઢળક ધન વાપર્યું પણ હતું. ત્યાં સ્તંભતીર્થમાં એ મુગટ વિનાનો રાજા હતો. આંહીં તો એની કાંઈ ગણતરી પણ ન હતી. એણે સ્તંભતીર્થને અનેક જિનાલયોથી શણગાર્યું હતું. પણ આંહીં