ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

  • 2k
  • 1
  • 1.1k

૧૮ ઉદયન આવ્યો પછી એક દિવસ સોમનાથથી સમુદ્રને કિનારે સ્તંભતીર્થનું એક વહાણ આવીને નાંગર્યું. તેમાંથી એક આધેડ વયનો પણ જુવાન જેવો લાગતો માણસ હોડીમાં બેસવા માટે આગળ આવ્યો. તે નવા આવનારને કૂતુહલથી બધી બાજુ જોઈ રહ્યો હતો. આ તરફ તે પહેલી વખત જ આવતો હોય તેમ જણાતું હતું. તેણે એક કાનમાં સાચાં મોતીનાં લંગર પહેર્યા હતાં. પગમાં ખંભાતી જોડા હતાં. ગોઠણ સાથે તંગ લાગે એવો ધોતિયાનો કચ્છો વાળ્યો હતો. એને માથે સુંદર નાજુક મારવાડી ઘાટની પાઘડી હતી. એના કપાળમાં કાશ્મીરી કેસરનો પીળો ચાંદલો હતો ઉપરટપકે જોતાં એ એકદમ સામાન્ય જેવો માણસ જુદો જ બની જતો જણાય. એનું જાડું, વ્યવહારુ, પહોળું