ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

  • 2.1k
  • 1
  • 1.4k

૧૫ જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે ત્યારે જેમ એના સાહસનો છેડો નથી, તેમ એના વિનિપાતનો પણ છેડો હોતો નથી. એ પોતાના વૈરને સંતોષવા માટે શું નહિ કરે એ કહી ન શકાય. લીલીબા વૈર લેવા નીકળી હતી. મુંજાલ એ વસ્તુસ્થિતિનો લાભ ઉઠાવવા માંગતો હતો. એ જ્યારે સોમનાથના મંદિરના પશ્ચિમ ભાગમાં દરિયાકિનારે પહોંચ્યો, ત્યારે ત્યાં એક નાળિયેરીને અઠંગીને ઊભેલા દેશળને દીઠો. એણે હવે બહુ સાવચેતીથી કામ લેવાનું હતું. કોઈ આવનાર-જનારની દ્રષ્ટિ ન પડે એટલા માટે તેઓ પાસેના એક જૂના ખંડિયેર તરફ ચાલ્યા ગયા.  ‘કેમ દેશુભા! લીલીબાનો પત્તો લાગ્યો?’ મુંજાલે અંદર જતાં જ પૂછ્યું.