ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

  • 1.9k
  • 1
  • 1.2k

૧૩ કેદારેશ્વરમાં શું બન્યું? મુંજાલ અને જયસિંહદેવ કેદારેશ્વરના મંદિરમાં પહોંચ્યા. સંકેત પ્રમાણે દેશળ આંહીં આવવાનો હતો.  આ મંદિર જંગલના એકાંત ભાગમાં હતું. દિવસે પણ હિંસક પશુઓનો ત્યાં ભય લાગતો. પૂજારી પણ ત્યાં ઠેરતો નહિ. પૂજા કરીને ઘર ભણી પાછો જતો રહેતો, એટલે સંકેતસ્થાન તરીકે એ સરસ હતું. રાજા અને મંત્રી બે ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા હશે, એટલામાં પાછળના ભાગમાંથી કાંઇક પાંદડાં ખરવાનો અવાજ તેમને કાને પડ્યો.  ‘મહારાજ! પણ આપણે એને સકંજામાં લેવો પડશે, નહિતર એ આપણને બનાવી જશે!’ મુંજાલે મહારાજને પોતાની વાત સ્વીકારાય એવી ભૂમિકા માટે તૈયાર કરવા માંડ્યા. ‘મુંજાલ, પહેલાં તો તું જ વાત જાણી લે હું પેલા