ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

  • 2.2k
  • 1
  • 1.3k

૧૦ ત્રિભુવનપાલ ઝાંખો પડે છે સોનેરી ઘંટડીઓનો આકાશમાંથી આવી રહેલો રણકાર કાને પડતાં એક ઘડીભર તો સૌ સ્તબ્ધ જ થઇ ગયા. કોઈને કાંઈ સમજ પડી નહિ. આ શું છે – ને અટકળ પણ થઇ શકી નહિ. ‘આ અવાજ શાનો? શું આવા ભયંકર કળજુગમાં પણ દેવલોકમાંથી કોઈ આંહીં આવી ચડ્યું છે કે શું?’ – દરેકના મનમાં આ પ્રશ્ન આવી ગયો અને કૂતૂહલના માર્યા સૌ ક્ષણભર એકકાન થઇ ગયા. પણ દંડનાયક ત્રિભુવનપાલ એનું રહસ્ય પામી ગયો. તે ઝાંખો પડી ગયો. બર્બરકની જે સિદ્ધિ વિશે લોકવાયકા ચાલી રહી હતી – હમણાં જ દેવુભાએ જે વિશે ટોણો માર્યો હતો – તે જ આ સિદ્ધિ