ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

  • 2.5k
  • 1
  • 1.7k

૭ યુદ્ધનો વિશેમકાલ પરશુરામ થોડી વારમાં જ મહાઅમાત્યના વસ્ત્રાપુર પાસે આવી પહોંચ્યો. અનેક માણસોની ત્યાં ભીડ જામી હતી. ઘોડેસવારો, પાલખીવાળા, સૈનિકો, સરદારો – કેટલાક મળવા આવી રહ્યા હતાં કેટલાક મળીને પાછા જતા હતાં ઘણા મળવાની તક શોધતા ઉભા હતાં. મહાઅમાત્ય જે માર્ગે નીકળવાનો સંભવ હતો, તે માર્ગે પણ દૂરદૂર સુધી માણસોની ઠઠ જામી હતી. મુખદ્વાર ઉપર બે જબરદસ્ત ભાલાધારી સૈનિકો ઉભા રહી ગયા હતા. આસપાસના ચારેતરફ અશ્વદળના સૈનિકો નજરચોકી કરતા ફરી રહ્યા હતા. પાસેના એક વિશાળ વડ નીચે મહાઅમાત્યનો ગજેન્દ્ર ડોલી રહ્યો હતો. ગુજરાતના મહામંત્રીશ્વર જેવા સ્થાન ઉપર બેઠેલો પુરુષ ગમે તે ક્ષણે અહિના કોઈ ને કોઈ માણસના ઝપાટામાં આવી