ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

  • 2.8k
  • 1
  • 1.8k

૬ ઝાંઝણે વાત મેળવી કૈલાસરાશિ સામે પરશુરામે ખામોશી પકડી હતી તે વાત આગળ આવી ગઈ. તે છતાં પાછા ફરતાં આખે રસ્તે પરશુરામને એના જ વિચારો આવ્યા કર્યા. વહેલી પ્રભાતે તે જ્યારે છાવણીમાં આવી પહોંચ્યો ત્યારે પણ હજી તે સોમનાથની અસરમાંથી તદ્દન મુક્ત થયો ન હતો. એને પોતાના મનમાં સોએ સો ટકા ખાતરી હતી કે એ નારી પાસે અમૂલ્ય માહિતી હોવી જોઈએ. કોઈ પણ સોલંકી સૈનિકને હાથે સોમનાથની જરા જેટલી મર્યાદાનો ભંગ અત્યારે થાય તો એ વાત જુદું જ રૂપ પકડે એવી લોકવાયકા ઉડે તો સોરઠ આખાની પ્રજા હાલકડોલક થઇ જાય એટલે એણે કૈલાસરાશિને તે વખતે વધારે કાંઈ ન કહેતાં ચાલતી