ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

  • 3k
  • 2
  • 1.9k

૫ જૂનોગઢનાં આંતરિક દ્રશ્યો જે તીર જોઇને જયસિંહદેવ મહારાજ સ્તબ્ધ થઇ ગયા હતા તે સામાન્ય તીર ન હતું. કોઈકે જાણી જોઇને, જયદેવસિંહ આ રસ્તે છે એ કળ્યા પછી, એ ફેંક્યું હોય તેમ જણાતું હતું, એનો ઈતિહાસ જાણવાનો જૂનોગઢના અંતરંગમાં પ્રવેશ કરવો પડે. જૂનોગઢની અટંકી ડુંગરમાળાએ પટ્ટણીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એમાં જેટલો કુદરતનો, એટલો જ માણસનો પણ હિસ્સો હતો. એ દુર્ગની રચના જ અનોખા પ્રકારની હતી. એનો કિલ્લો સીધી કરાડ જેવો ભયંકર ખડકો ઉપર ઉભો હતો. એને કોઈ પણ બાજુથી પહોંચવું મુશ્કેલ હતું. એમાં પછી આ ખડકોને ફરતી પાણીની ઊંડી પહોળી ખાઈ હતી. ખાઈને ફરતું વિસ્તીર્ણ જંગલ હતું અને