ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

  • 3.2k
  • 1
  • 2k

૪ ઘર ફૂટ્યે ઘર જાય પાછા ફરતાં આખે રસ્તે સિદ્ધરાજના મનમાં ગડભાંગ થઇ રહી હતી. આંહીં આ બર્બરક પાસે અનુપમ સિદ્ધિ હતી. બર્બરકની આ સિદ્ધિનો યુદ્ધમાં ઉપયોગ થાય તેવી જાણ થતાં તો સોરઠ આખાની પ્રજા એકપગે મરવા તૈયાર થાય એ ભય હતો. બીજી બાજુ રા’ના ભાણેજ લોકવાયકા છે તેમ. ફૂટ્યા હોય તો આટલી આ વસ્તુની જાણ રા’ની સાન ઠેકાણે લાવવામાં સહાયરૂપ થઇ પડે એમ હતી. કદાચ એ જુદ્ધ ટૂંકાવી નાખે. રા’ સોરઠ તજીને જતો રહેતો હોય તો એને આ યુદ્ધનો યશસ્વી અંત માની લેવામાં કાંઈ જ વાંધો ન હતો, રાણકનું પછી થાળે પડી જશે. પણ રા’ માનશે ખરો? રા’ ને