ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

(14)
  • 3.2k
  • 1
  • 2.2k

૨ જગદેવ પરમારની વાતે લીધેલું સ્વરૂપ પરમાર જગદેવને આંહીં જોઇને પરશુરામને ગભરાટ ને આશ્ચર્ય બંને થયાં. જગદેવ આંહીં હતો. એ એને ખબર હતી. ભગવાન સોમનાથના દ્વારે એણે કોઈ ઉપાસના માંડી હતી, એ વાતની પણ એને જાણ હતી. પરંતુ મહાચાણક્ય મુંજાલ મહેતાએ જગદેવ પરમાર વિશે કેટલીક વિચિત્ર વાતો હમણાં-હમણાં મેળવી હતી. જયસિંહદેવ મહારાજના અંતરમાં એની રાજભકિત વિશે કંઈક શંકા ઉત્પન્ન થાય ને જગદેવ વિદાય થાય એવી પેરવી પણ તેમણે માંડી હતી. જગદેવ પરમારથી આ વાત અજાણી ન જ હોય. પરશુરામને પોતાને હાથે ચડેલી અમૂલ્ય સંપત્તિ ઝૂંટવાતી લાગી. પરમાર જગદેવ એકલો પાંચસો યોદ્ધા સામે લડવાનું સામર્થ્ય રાખે છે. – એ વાત એણે