સપ્ત-કોણ...? - 6

  • 2.9k
  • 1.9k

ભાગ - ૬ માનગઢ રોકાવાની વાત સાંભળતાં જ વ્યોમ અને ઈશ્વાને તો જાણે ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘાટ ઘડાયો. બંનેએ એકમેકની આંખોમાં આંખ પરોવી વાત કરી લીધી પણ કિસ્મતને કંઈક જુદું જ મંજુર હતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. .." અણધારી આફતના ઓછાયા હળવે પગલે આવીને દસ્તક દઈ રહ્યા હતા.... ડિનર પૂરું કરી બધા હોટેલની લોનમાં ગોઠવેલી ચેર પર બેસી આઈસ્ક્રીમ કેન્ડીની મજા માણતા વાતે વળગ્યા. પાર્થિવ અને કૃતિ અહીંથી ત્યાં દોડી ધમાચકડી મચાવી રહ્યા હતા. "મોહન, તું કેમ ત્યાં એકલો ઉભો છે. અહીંયા આવ, અમારી સાથે બેસ." મોહનને બોલાવી કૌશલે એના હાથમાં આઈસકેન્ડી પકડાવી. "મોહનભાઇ...