ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 82

  • 1.8k
  • 818

(૮૨) મેવાડનો દાનવીર કર્ણ-ભામાશા સ્વતંત્રતાની રંગભૂમિ ભારતમાં ક્યા? ઇતિહાસ સાક્ષી છે મેવાડ વીર પ્રસવિની પણ અને સ્વતંત્રતાની રંગભૂમિ પણ ઇ.સ.ની સાતમી સદીથી અહીં કેટલાયે ભવ્ય અંકો ભજવાઇ ગયા. દરેક વખતે રાજપૂતોએ ભવ્ય બલિદાનો આપ્યા પરંતુ ભામાશાહ જે વણિક હતો તેના બલિદાનની ગાથા તો ઇતિહાસમાં અનેરા અક્ષરે લખાવાની હતી. ભામાશાનો જન્મ ઓસવાલ જૈન પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો “કાવડ્યા” કે કાવડિયા નામે ઓળખાતા હતા. એમના પિતા ભારમલ કાવડિયા પણ કાબેલ પુરૂષ હતા. મહારાણા ઉદયસિંહે પોતાના રાજ્યના વિકાસ માટે કાબેલ માણસોને વિવિધ સ્થળોથી આમંત્રીને વસાવ્યા હતા. ભારમલ કાવડિયાને તેમણે અલવરથી આમંત્રણ આપીને ચિત્તોડગઢમાં વસાવ્યા હતા. ઇ.સ. ૧૫૫૩ ની વાત છે. ચિત્તોડગઢમાં મહારાણા