સથવારો.....સંબંધો ભાગ્યનાં - 18

  • 2.5k
  • 1
  • 1.5k

અમોઘાની નવી દુનિયા●●●□□●●●●□□□□●●●●□□□●●●●□□●●●●● સાકરમાને હતું કે દીકરી સુખી તો મને કંઈ વાંધો નહીં આવે થોડાં દિવસ જ તો છે,પરંતું ત્યાનું વાતાવરણ કંઈ કેટલાં અમંગળ સ્પંદનો જગાવનાર હતું. બેઉઁનાં હૈયા એટલાં ખાલી થઈ ગયાં,જાણે કોઈએ પ્રાણ જ છીનવ્યાં ,પાછલાં ઘણાં વરસથી બંનેનાં જીવનનું કેન્દ્ર બિંદું જ અમોઘા.એ લોકો એટલાં મુક થઈ ગયાં કે અઢાર વીસ કલાકની મુસાફરીમાં ન કોઈ કંઈ બોલ્યું ન જમવાનું ભાન.ઘરે પહોંચતાં જ સાકરમાની આંખ અનરાધાર વરસી પડી. અમોઘા વિના જેમની સવાર ન પડતી એમણે બે દિવસથી એનો અવાજ નહોતો સાંભળ્યો,સાકરમાની ઈચ્છા છતાં અશ્ર્વિનીબહેને વાત ન કરાવી,"એને છાત્રાલયમાં નથી મોકલી એની માનું જ ઘર છે,એને ત્યાં ગોઠવાવાં દો,નહીં