મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 7

  • 2.9k
  • 1.7k

પ્રકરણ ૭ખોંખારો ખાતાં આસિસ્ટન્ટ લેડી ડૉકટર કવિતાનું બીપી ચેક કરવા આવ્યાં. સુકોમળ ચહેરો, પ્રમાણસર બાંધો અને આંખોમાં ભરપૂર સહાનુભૂતિની ઝલક. ડૉકટર હોવાના પાયાના લક્ષણોમાં સોમાંથી સો ગુણ મેળવી જાય એવા એ ડૉકટર હતાં. "કવિતાબેન, કાલે રૂમમાં શિફ્ટ થવું હોય તો ચિંતા બાજુએ મૂકી આરામ કરજો. પેઈનમાં રાહત થઈ ?" એ એટલું પ્રેમથી પૂછ્યું કે કવિતાને જાણે એ પૃચ્છાથી જ રાહત થઈ ગઈ. એણે નાનકડું સ્મિત આપી, મોટી મોટી પાંપણ નમાવી "હા" નો ઈશારો કર્યો.કવિતા સૂઈ ગઈ એટલે પરમ બહાર આવી ગયો. એને ઉંઘ નહોતી આવતી તે દિવસે કવિતા સાથે થયેલી દુર્ઘટનાનો તાળો મેળવવા મથતો હતો. એનું મન થોડો વખત કવિતા