ધૂલો તો હરખપદૂડો (DTH) - 40

  • 1.4k
  • 700

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૦આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર એમના મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ફક્ત ગાયબ જ નથી તદુપરાંત તેઓ સંપર્ક પણ ટાળે છે. જોકે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમની ગતિવિધિઓ પર એમની જાણ બહાર ચાંપતી નજર રાખી રહ્યા છે એ જ સમયે મહિલા મંડળના વોટ્સએપ ચેટ પર આ વાત જાહેર થઈ જાય છે. હવે આગળ...આ સહેલી વૃંદના વોટ્સએપ ચેટ દરમ્યાન ઈશા હરણીએ એક વિસ્ફોટ કર્યો, 'પિતલી પલટવાર એન્ડ સોનકી સણસણાટ મિસિંગ ફ્રોમ ગ્રુપ લોંગ ટાઈમ.' તરત બૈજુ બાવરીએ ટકોરો ટંકાર્યો,