પ્રણય પરિણય - ભાગ 66

(27)
  • 4.3k
  • 2
  • 2.5k

પ્રણય પરિણય ભાગ ૬૬વિવાન, રઘુ, કિયારા તથા સમાઈરા નજીકની એક ફાઈવ સ્ટાર હોટેલમાં પહોચ્યા. થોડીવારમાં ડોક્ટર પણ પહોંચ્યા. વિવાન, કિયારા તથા રઘુએ પોતાની અલગ મંડળી જમાવીને સ્ટીફન અને સમાઈરાને પૂરતી મોકળાશ કરી આપી જેથી કરીને તેઓ બન્ને સાથે સમય ગાળી શકે.એ બધાં વાતો કરી રહ્યા હતા ત્યારે રઘુના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજ વાંચીને તરત જ તેણે વિવાનને ફોરવર્ડ કર્યો.વિવાનના ફોનમાં મેસેજ ટોન વાગ્યો, તેણે નોટીફિકેશનમાં જોયું તો રઘુનો મેસેજ હતો. એક જ ટેબલ પર બેઠાં હોવા છતા રઘુએ મેસેજ કર્યો એટલે વિવાન સમજી ગયો કે જરુર કોઈ અતિ મહત્વની વાત હશે. મેસેજ ઓપન કરીને તેણે જોયું તો તેમાં