સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 113

(52)
  • 4k
  • 3
  • 2.4k

વાધવા સાંજની ફ્લાઇટમાં મુંબઈ આવી સીધો ઓફિસે પહોચ્યોં. વાધવાને ઓફિસમાં પ્રવેશતા જોઈ બધાં જાણે કામમાં પરોવાયેલા હોય એમ બીઝી થઇ ગયાં. વાધવા હેલ્લો કહી સીધો અંદર ચેમ્બરમાં ગયો. શાનવી વાધવાને આવેલો જોઈને બોલી ઉઠી "આવો સર હું બધી ફાઈલજ જોઈ રહી હતી જે પ્રોજેક્ટ સોહમે કરેલો એનું આગળનું ફોલોઅપ લઇ રહી હતી.” એણે વાધવાને બેસવા ખુરશી ખાલી કરી. વાધવાએ કહ્યું “મારાં પર મેઈલ આવ્યો છે સોહમે રિઝાઈન કર્યું કોઈ પણ સમય આપ્યાં વિના ... મને ખબર નથી પડતી શા માટે ? આટલો હોંશિયાર માણસ એનું પ્રમોશન થવાનું હતું પણ..”શાનવીને અંદર ને અંદર ચચરી ગઈ બોલી “પણ સર હવે તો એ