વિસામો.. 15

  • 2.3k
  • 3
  • 1.1k

~~~~~~~ વિસામો - 15 -  ~~~~~~~     એના વાળ માં હાથ ફેરવતી, એના કપાળને ચૂમતી, આઠ વર્ષની દૂરીને પોતાની નજરમાં ભરતી એ વિશાલની બાજુમાં જ પડી રહી,.. એને ઉંઘતો જોઈ રહી...    આખી રાતના થાકેલા બન્નેને દિવસ ચઢતા ઉંઘ આવી ગઈ,..        ~~~~~~~   સ્નાન કરીને સાડી પહેર્યા બાદ ગોરલબા આઈના સામે પોતાને જોઈ રહ્યા,..  આખી રાતના થાકેલા ગોરલબાએ વર્ષો પછી પોતાને આઇનામાં ધારીને નીરખ્યા હતા..   માત્ર બે - ત્રણ કલાક ની જ ઊંઘ કર્યા પછી પણ શરીરમાં થાક હોવા છતાં એમને એમના ચહેરા ઉપર થાક જરાયે દેખાતો નહોતો..   પોતાના રૂમ ની ફ્રેન્ચ વિન્ડો ને ખસેડીને એ બહાર આવ્યા.. જયારે જયારે એમને કોઈ મોટા કામ ના પૂરા થઇ ગયાનો અહેસાસ