હિતોપદેશની વાર્તાઓ - 43

  • 7.1k
  • 1
  • 1.8k

43. એક રાજા હતો. એ ખૂબ જ હોશિયાર અને બળવાન હતો પણ તેને એક જ બીક કાયમ સતાવતી હતી કે મને કોઈ છુપાઈને મારી નાખશે તો? સામી છાતીએ કોઈ મારવા આવે તો એને કોઈ પણ યોદ્ધો હરાવી શકે નહીં પણ પોતે ઊંઘતો હોય ત્યારે મારી નાખે અથવા છુપાઈને કોઈ વાર કરે તો? એણે પોતાના ખાસ મંત્રીને બોલાવી મનની વાત કહી અને પોતાની શંકા જણાવી. મંત્રીએ કહ્યું મહારાજ, આમ તો આપના મહેલમાં ચોવીસ કલાક પહેરો હોય છે. છતાં જરૂર લાગતી હોય તો ખાસ અંગ રક્ષક રાખી લો જે ચોવીસે કલાક તમારી સાથે પડછાયાની જેમ રહે. હા એ વાત બરાબર છે.