41. એક જંગલમાં સિંહ અને સિંહણનું જોડું રહેતું હતું. બંને પ્રેમાળ અને સારા સ્વભાવનાં હતાં. સમય આવ્યો અને સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણે દૂર જવાનું બંધ કર્યું. સિંહ એકલો જ શિકાર કરવા જતો. સિંહણ ગુફામાં રહી બચ્ચાંની સંભાળ રાખતી. એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો પણ એને એક પણ શિકાર મળ્યો નહીં. આખો દિવસ રખડી રખડીને એ થાકી ગયો. એવામાં એની નજર એક શિયાળ પર પડી. નજીક જઈને જોયું તો શિયાળ મરી ગયેલું પણ એની બાજુમાં તેનું નાનકડું બચ્ચું રમતું હતું. એણે નિરાધાર બચ્ચું પકડી લીધું પણ સિંહ એને મારવા ગયો ત્યારે એને પોતાનું બચ્ચું યાદ આવ્યું. પોતાનું બચ્ચું