હિતોપદેશની વાર્તાઓ - 37

  • 4.1k
  • 1
  • 1.4k

37. એક નાનકડા ગામમાં ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ નામના મિત્રો રહેતા હતા. બંને એકબીજાના જીગરજાન મિત્રો હતા. આખો દિવસ સાથે જ રહે, સાથે જ ફરે. એકવાર વાતવાતમાં ધર્મબુદ્ધિએ કહ્યું ભાઈ પાપબુદ્ધિ, અહીં આપણા ગામમાં તો આખો દિવસ આટલી મજૂરી કરીએ છીએ ત્યારે માંડ માંડ ભોજન મળે છે. રોજ જે કમાઈએ છીએ તે ખતમ થઈ જાય છે. થાકશું ત્યારે શું થશે? તારી વાત સાચી છે ભાઈ ધર્મ બુદ્ધિ! આપણું ગામ તો નાનકડું છે. મોટા મોટા માણસોની હાલત પણ ખરાબ છે તો આપણી શી વિસાત? ધર્મબુદ્ધિ કહે મારી વાત માનતો હોય તો ચાલ આપણે પરદેશ કમાવવા જઈએ. જુવાનીમાં કમાઈને ભેગું