હિતોપદેશની વાર્તાઓ - 35

  • 3.9k
  • 1
  • 1.2k

35. એક નગરમાં જીર્ણધન નામે વાણિયો રહેતો હતો. મા બાપ મરી ગયા પછી એ એકલો જ હતો. લોખંડના માલ સામાનનો વેપાર. નગર નાનું એટલે એનો વેપાર ખાસ ચાલતો નહીં. ઘરાકી બહુ જ ઓછી હતી. એણે વિચાર્યું કે આના કરતાં કોઈ મોટા શહેરમાં જઈ વેપાર કરીશ તો થોડા પૈસા ભેગા કરી શકીશ પણ આ દુકાન અને એના સામાન નું શું કરવું ? અચાનક એને સામેની દુકાનવાળાનો વિચાર આવ્યો. એના પાડોશીના સંબંધે એને કાકા કહેતો. કાકાની પણ મોટી દુકાન હતી પોતાની દુકાન અને માલ સામાન કાકાને સોંપવાનો વિચાર જીર્ણધને કર્યો. એ એમની પાસે ગયો અને કહે કાકા, અહીં મારા ધંધામાં બરકત નથી