હિતોપદેશની વાર્તાઓ - 23

  • 3.6k
  • 1
  • 1.5k

23. તળાવના કિનારે એક પીપળાનું ઝાડ હતું.એ ઝાડ પર ઘણા પક્ષી રહેતાં હતાં. એની બખોલમાં એક ચકલાએ પોતાનો માળો બનાવ્યો હતો. ચકલો એકલો જ માળામાં રહેતો હતો. એક દિવસ ચકલો ચણવા ગયો. આવીને જુએ છે તો એના માળામાં સસલો ઘૂસી ગયો હતો. એને જોઈને ચકલો ગભરાઈ ગયો અને બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળી સસલો બહાર આવ્યો. કેમ, શા માટે બુમાબુમ કરે છે? સસલાએ રોફથી પૂછયું. તું મારા ઘરમાં કેમ ઘૂસી ગયો? આ તારું ઘર ક્યાં છે? અહીં તો કોઈ નહોતું ખાલી બખોલ હતી એટલે હું રહેવા માંડ્યો. મેં અહીં મારું ઘર બનાવી દીધું છે. હું હવે અહીંથી નહીં