હિતોપદેશની વાર્તાઓ - 18

  • 3.3k
  • 1.9k

18. વિષ્ણુ પંડિત રોજ રાજકુમારોને જ્ઞાન સાથે ગમ્મત આપતી વાર્તાઓ કહે છે. રાજકુમારો રમતિયાળ સ્વભાવના હોવા છતાં વાર્તાઓમાં રસ પડતો હોવાથી ધ્યાનથી વિષ્ણુ પંડીત ને સાંભળે છે. વાર્તાઓ સમજે છે અને તેમાંનો બોધ ગ્રહણ કરે છે. પંડિતજીએ ચતુર સસલાની વાર્તા કહી. એક જંગલમાં ભાસુરક નામનો સિંહ રહેતો હતો. એ જંગલનો રાજા હતો એટલે ખૂબ જ અભિમાની પણ મૂર્ખ હતો. પ્રજાનું રક્ષણ કરવાની બદલે એ પોતાના ખોરાક માટે મન ફાવે એ પ્રાણીને મારી નાખતો. એની નજર ચડે એને મારી નાખે. પછી ભલેને પેટ ભરેલું હોય! આથી પ્રાણીઓ ત્રાસી ગયાં હતાં. તેનો સામનો કોણ કરે? સહુ ચૂપચાપ એનો ત્રાસ સહી લેતાં. સિંહ