હિતોપદેશની વાર્તાઓ - 8

  • 5.1k
  • 3.1k

8. આમ ગીધની વાત પૂરી થઈ. કાગડાએ કહ્યું હરણભાઈ, એટલે જ તમને કહું છું કે જેને ઓળખતા ન હોઇએ જેના સ્વભાવ વિશે જાણતા ન હોઈએ તેવા અજાણ્યા સાથે દોસ્તી કરવી નહીં. શિયાળ તો ભડક્યું. ઓ, ચુપ રહે. તું જ્યારે પહેલીવાર હરણને મળ્યો ત્યારે તમે એકબીજાને ઓળખતા હતા? તો તમારા વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ? દુનિયામાં બધાએ એકબીજા સાથે મિત્રતા કરવી જ જોઈએ. જેમ આ હરણ સાથે મારી દોસ્તી થઈ છે એમ હું તારી સાથે દોસ્તી કરું છું. આપણે ત્રણ સાથે રહીશું, ખાઈ પીને મોજ કરીશું. નવું નવું જોશું, શીખશું. આપણે ત્રણ ભેગા થઈશું તો આપણી શક્તિ કેટલી બધી વધશે? એકબીજાનું