હિતોપદેશની વાર્તાઓ - 7

  • 4.5k
  • 3k

7. એટલે કાગડાએ વાર્તા કરવાની શરૂઆત કરી. ગંગા નદીને કિનારે એક મોટું ઝાડ હતું. તેની પર ઘણાં બધાં પક્ષીઓ રહેતાં હતાં. એ પક્ષીઓની સાથે એક એકદમ ઘરડું ગીધ પણ રહેતું હતું. ગીધ ક્યાંય શિકાર કરવા જઈ શકે એમ ન હતું એટલે પક્ષીઓ પોતાનાં નવજાત બચ્ચાં તેને ભરોસે મૂકી સવાર પડે એટલે દાણા પાણી લેવા જતાં. સાંજે પાછા ફરતાં બચ્ચાંઓને ખવડાવી પેટ પૂરતું ગીધને પણ આપતાં. આમ ગીધનો નિર્વાહ થઈ રહેતો. તેમાં એક બિલાડો ક્યાંક થી પસાર થયો. તેણે જોયું કે આ ઝાડ પર ઘણાં બધાં કુમળાં બચ્ચાંઓ રહે છે. દિવસોના દિવસોનું તેનું ભોજન પોતાનું ખોરાક ગોતવાનું સંકટ દૂર કરી શકે