હિતોપદેશની વાર્તાઓ - 4

  • 6.4k
  • 3
  • 4.9k

4. બીજે દિવસે ગુરુજીએ વાત આગળ ચલાવી. કહ્યું કે હવે કબૂતરો તો ફસાઈ ગયાં હતાં. તેમનો રાજા આ દાણા ખાવાથી દૂર રહ્યો તો રાજા બચી ગયો પણ દાણાની લાલચમાં નીચે ઉતરી પડેલાં કબૂતરો જાળમાં ફસાઈ ગયાં. આમથી તેમ પોતાની પાંખો, પગ, ચાંચ બધું ચલાવ્યા કરે. દરેક કબૂતર પ્રયત્ન કરે પણ પગ જાળમાંથી નીકળે તો ને! આખરે સહુ થાકી નેક હતાશ થઈ ગયાં. કબૂતરના રાજાએ કહ્યું કે આખરે લાલચનું ફળ બૂરું જ હોય છે. માણસે કોઈ દેખીતી સુવર્ણ તક લેતા પહેલાં આગળપાછળનો વિચાર કરવો જ જોઈએ. કેમ કે કેમ આવી તક ઓચિંતી સામે આવીને ઊભી ન રહે. સીતાજી સુવર્ણમૃગ જોઈ મોહ