એક ખૂણે

  • 2.8k
  • 1.1k

એક સુંદર મોટા બેડરૂમમાં ચોતરફ સાજ શણગાર ની વસ્તુઓ પડી છે તેની બાજુ માં સાવ જ નવી સાડીઓ પેકિંગ થયેલ પડી છે,રૂમની એક દીવાલ પર પહેલી મુલાકાતથી લઈ લગ્ન સુધીના ફોટો થી ભરેલી છે બે ચહેરા અપાર ખુશીથી દીવાલ પર મહેકી રહ્યા છે, આખો રૂમ નવી નવી વસ્તુઓથી ભરેલો હતો ....અને હોય જ ને રૂમમાં બધી જ નવી નવી વસ્તુઓ...શીતલ હમણાં જ તો 9 મહિના પહેલા પરણી ને આ બધું કરિયાવર લાવી છે ... આ બધી સાડીઓ અને વસ્તુઓ જોઈ રહેતી અને પોતાના પતિ સાથે ફક્ત એક મહિનો જીવેલા જીવનને યાદ કર્યા કરતી..બસ રોજ આમ જ કલાકો બેસી રહેવું અને