ઋણાનુબંધ - 34

(12)
  • 2.7k
  • 3
  • 1.7k

સીમાબહેનને તરત ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ ગયા હતા. એમનો ડોક્ટરે એક્સરે પડાવ્યો હતો. એક્સરેમાં સીમાબહેનનું હાડકું સેજ ક્રેક થયેલું જણાતું હતું. આથી સીમાબહેનને અઢી મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. ડોક્ટરએ ચાલવાની બિલકુલ ના જ પાડી હતી. સીમાબહેનને પ્લાસ્ટર બંધાવીને ઘરે લાવ્યા હતા. હવે અજયે પ્રીતિને કહ્યું,"તને પોતું કરતા નથી આવડતું? એવું તે કેમ પોતું કર્યું કે મમ્મી પડી ગયા. જો એમને કેટલી તકલીફ થઈ ગઈ છે.""મેં તો રોજ કરું એમ જ કર્યું હતું. તેમ છતાં બીજીવાર હું ધ્યાન રાખીશ."પ્રીતિ મનમાં તો એમ જ બબડી કે, એવું કેમ ચાલ્યા કે પડી ગયા? વળી એમને તો આરામ જ કરવાનો છે, સેવા તો મારે જ