સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 112

(47)
  • 3.5k
  • 4
  • 2k

સોહમની ઓફીસમાં સન્નાટો છે. બે દિવસથી સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી આવી રહ્યું... નથી એલોકોના ફોન લાગી રહ્યાં કોઈ રીતે સંપર્ક નથી થઇ રહ્યો. શાનવીએ દિલ્લી મેઈન ઓફીસમાં ફોન કર્યો. વધવાને પૂછ્યું “સર અહીં સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી બે દિવસથી કોઈ એમનો સંપર્ક નથી..”. વાધવા થોડીવાર સાંભળી રહ્યો પછી કહ્યું “શાનવી આ બધી કોની ચાલ છે સમજણ નથી પડતી એલોકોએ કંપનીને મોટો ફાયદો કરાવી આપ્યો... કરોડોનું ડીલ થયું હું ત્યાં... અહીં મીટીંગ પછી..”. પછી મનમાં વિચાર્યું આ સ્ટાફને કંઈ જણાવવું નથી એણે કહ્યું “શાનવી તું સીનીયર છે હમણાં ઓફીસનો ચાર્જ તું લઇ લે હું સાંજની ફ્લાઈટમાં આવું