ખૂબજ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. . પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ. શાક, સલાડ, સૂપ, દાળ, ભાત એવી અનેક વાનગી પર નાખી ને એ ખાઇ શકાય. દરેક વાનગી માં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત લીંબુ ના રસમાંના વિટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી.